Thursday 9 July 2009

વિજાણુ માધ્યામોનાં વિજ્ઞાપનો અને પ્રાયોજીત કાર્યક્રમો ની ગઈકાલ અને આજ.

તા. 26મી ફેબ્રૂવારી, 2009નાં ગુજરાત મિત્રનાં દૈનિક અંકનાં તંત્રી સ્થાનેથી ‘દૂરદર્શન અને આકાશવાનીનું સરકારીકરણ’ શિર્ષક હેઠળ પરિસ્થિતીની ઉત્તમ સમીક્ષા વાંચવા મળી, જે લોકલાડીલા અને વિદ્વાનોનાં પણ લાડીલા એવા સાહિત્યકાર અને પત્રકાર ડો. શ્રી ભગવતીકૂમાર શર્માજી દ્વારા લખાઈ હોવાનું પ્રતીત થયું. તે બાબતે થોડી વાત, કે જ્યારે રેડિયો ગોવા અને રેડિયો શ્રી લંકા લોકપ્રિય હતા ત્યારે મારા સાંભળવામાં ગોવાથી પ્રસારીત કાર્યક્રમ માં વ્યાપારી એકમો નાં વિજ્ઞાપનો અને પ્રાયોજીત કાર્યક્રમો સાંભળવામાં આવ્યા નથી, પણ રેડિયો સિલોન તો ઘેર ઘેર લોકપ્રિય હતું, અને આજે જે જે લોકપ્રિયતા ક્રિકેટની ટીવી કોમેંટ્રીની છે અને મેચ ની પરાકાષ્ઠાનાં સમયે જે માહોલ શહેરોની ટીવી વેચતી દુકાનો પાસે જોવા મળે છે તેવો જ માહોલ ગીતમાલા વખતે અનુભવાતો હતો તે જાણીતી વાત છે. અને તે વખતનાં વિજ્ઞાપનો અને પ્રાયોજીત કાર્યક્રમો એક યુનિસેફ જેવા નજીવા અપવાદ સિવાય નિજી અને આંતરરાષ્ટ્રીય વ્યાપારી અને ઔધ્યોગીક સાહસો દ્વારા રજૂઆત પામતા હતા અને તેમાં એક નિયમ હતો કે ફિલ્મોનાં રેડિયો પ્રોગ્રામ સિવાય કાર્યક્રમનાં આલેખમાં ક્યાં ય પ્રાયોજકનાં નામ અને તેમનાં ઉતપાદનો ઉલ્લેખ પામતા નહીં પણ ફક્ત કાર્યક્રમની શરૂઆતમાં, મધ્યમાં અને અંત ભાગમાં પ્રવક્તા દ્વારા પ્રાયોજકનો નામોલેખ થતો અને સાથે નિશ્ચીત સમયમાં જ તેનાં એક બે ઉત્પાદનોનાં વિજ્ઞાપનો પ્રસારિત થતા. અને રેડિયો કેન્દ્રનાં પોતાનાં કાર્યક્રમનાં પ્રાયોજક ઉભા કરવાની કે તે કાર્યક્રમો પ્રાયોજીત કરવાની પ્રથા તો હતી જ નહીં, હા, ક્યારે ક પ્રયોજકો એ અને તેમની વિજ્ઞાપન સંસ્થાએ તૈયાર કરેલા માળખા મૂજબ જે તે રેડિયો કેન્દ્ર પાસે કોઈ ક કાર્યક્રમો રજૂ કરાવાતા હતા. ઉદાહરણ રૂપે એચ. એમ. વી કે સિતારે કાર્યક્રમ અમૂક સમય ગાળા માં રેડિયો શ્રીલંકા પરથી ત્યાંનાં ઉદ્દ્ઘોષક સ્વ. શિવકૂમાર ‘સરોજ’ રજૂ કરતા હતા જે બાદમાં તે કમ્પનીનાં મૂખ્યા અને રેડિયો સિલોનનાં ભૂતપૂર્વ અને રેડિયો સિલોનનું હિન્દી સેવાનું માળખુ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવનાર અને લોકપ્રિય ઉદ્દઘોષક શ્રી ગોપાલ શર્માજીનાં પણ ગુરૂ, એવા શ્રી વિજય કિશોર દૂબે સ્વ્યમ રજૂ કરતા હતા, જેમાં એક પરદેશી એર-લાઈન્સનાં વિજ્ઞાપન પણ તે રેકોર્ડ કમ્પની પોતાનાં કાર્યક્રમમાં રજૂ કરતી હતી અને જાહેરાતોમાં તથા પ્રાયોજીત કાર્યક્રમોમાં રજૂ થતા અવાજોમાં શ્રી અમીન સાયાનીજી ઉપરાંત, તેમનાં ગુરૂ અને મોટા ભાઈ શ્રી હમીદ સાયાની (ફક્ત અંગ્રેજી ભાષામાં વિજ્ઞાપનો), રેડિયો વિજ્ઞાપનો નાં પાયોનિયર એવા સ્વ. બાલ ગોવિંદ શ્રી વાસ્તવ, (અભિનેતા એવા) શ્રી મન મોહન ક્રિષ્ના, (પાર્શ્વ-ગાયિકા એવા) શ્રીમતી કમલ બારોટ, શ્રી બ્રિજ ભૂષણ , તેમનાં પત્ની મધૂર (ઝાહિરા) ભૂષણ, નક્વી રઝવી વગેરે લોકપ્રિય હતા. અને સૌથી ઓછા લોકપ્રિય શ્રી હસન રઝવી હતા. આ ઉપરાંત આજનાં અનેક વિધ પ્રવૃતીમાં વ્યસ્ત શ્રી હરીશ ભીમાણીજીને પણ મેં સૌ પ્રથમ રેડિયો સિલોન પર સામ્ભળ્યા હતા. સ્વ. મહેમૂદે પોતાની નિર્મીત ફિલ્મ ભૂત બંગલા માટે ભારતની અગલ અલગ પ્રાદેશિક ભાષામાં વિજ્ઞાપનોનો અખતરો પણ રેડિયો સિલોન પરથી કર્યો હતો. અને શ્રી અમીન સાયાનીજીએ પણ એક પ્રયોગ અભિનેતા ધર્મેન્દ્રની બેવડી ભૂમિકા વાળી ફિલ્મ ઇજ્જત માટે પોતાનાં અવાજનાં ડબલ રોલ જેવો કર્યો હતો, અને ધ્વનિ-મૂદ્રણ મિક્સીંગ વડે પોતે જાણે પોતાનાં હમઅવાજી સાથી સાથે યુગલ રૂપે બોલતા હોય એવી અદ્દભૂત અસર ઉપજાવી હતી. અને ગુજરાતી ફિલ્મો નાં પ્રાયોજીત કાર્યક્રમ અને વિજ્ઞાપનો હિન્દી અને ગુજરાતીમાં પ્રવક્તા તરીકે એવા અનુક્રમે શ્રીમતી કમલ બારોટ અને આકાશવાણીનાં ગુજરાતી નાટ્યજગત સાથે સક્રિય એવા શ્રી સુહાગ દિવાન આવતા હતા.
ત્યાર બાદ ૧૯૬૭થી આકાશવાણીએ વિજ્ઞાપન પ્રસારણ સેવા શરૂઆતમાં ફક્ત મુમ્બઈ, પૂના અને નાગપૂર નાં સ્થાનિક (વહીવટી નીતિની રૂએ અને તકનિકી રીતે બન્ને રીતે) વિવિધ ભારતી કેન્દ્રો પરથી થઈ અને ૧૯૭૧માં પ્રાયોજીત કાર્યક્રમોની શરૂઆત થઈ. જેમાં પં. વિનોદ શર્મા જેવા અનેકોનેક નવા લોકો આ ક્ષેત્રમાં આવ્યા. અહીં બાલ ગોવિંદ શ્રીવાસ્તવજી, શ્રીમતી કમલ બારોટ અને શીલ કૂમાર સમ્પૂર્ણ પણે સિલોન સાથે સમ્બંધ વિચ્છેદ કરી ચૂક્યા હતા, જ્યારે અન્યો આકાશવાણી અને રેડિયો સિલોન બન્ને કેન્દ્રો પર સક્રિય રહ્યા. જ્યારે પ. વિનોદ શર્મા વિવિધ ભારતી બાદ રેડિયો સિલોન પર પણ આવ્યા હતા. સાથે મરાઠી અને કોઈ ક ગુજરાતી જાહેર ખબરો ની શરૂઆત પણ થઈ. જેનો વ્યાપ અમદાવાદ અને રાજકોટનાં વિવિધ ભારતી કેન્દ્રોની વિજ્ઞાપન પ્રસારણ સેવા થતા વધતો ગયો અને શ્રી સોહાગ દિવાન અને શ્રી હરીશ ભીમાણી નાં વિજ્ઞાપનો અને પ્રાયોજીત કાર્યક્રમો ગુજરાતી ફિલ્મોની જાહેરાતો સહિત વધતા ગયા.
અહીં વિવિધ ભારતી પર રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા પ્રચારની શરૂઆત થઈ, પણ તેનો પ્રચાર અને પ્રાયોજીત કાર્યક્રમોનું માળખું વ્યાપારી હેતુ ક જ રહ્યું હતું અને પ્રાયોજીત કાર્યક્રમો માં ફિલ્મ સંગીત આધારીત મનોરંજક ની સાથે અન્ય પ્રકારનાં જ્ઞાન વર્ધક આલેખની શરૂઆત થઈ.તેમ છતા ય પ્રાયોજક અને તેના ઉતપાદનો ની જાહેરાતો ફક્ત કાર્યક્રમની શરૂઆત, મધ્ય અને અંતમાં જ કરીને કાર્યક્રમની મૂળ સ્ક્રીપ્ટને આ બાબતથી અલગ રાખવાની પ્રથા ક્યાં ય સુધી ચાલુ જ રહી. પણ આ નિયમ બદલાઈને પ્રાયોજીત કાર્યક્રમાની પૂરી સ્ક્રીપ્ટ પ્રચાર સરકારી લક્ષી થવાની શરૂઆત એઈડ્સ વિષે પ્રચાર કરતા કાર્યક્રમ સ્વનાશ થી થઈ જે આકાશવાણી દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને સત્ય ધટના પર આધારીત આ કાર્યક્રમનું નાટ્યીકરણ ઉત્તમ હતું, જેની રજૂઆત આકાશવાણી એ શ્રી અમીન સાયાનીજીને સોપી હતી. ત્યાર બાદ શ્રી હરીશ ભીમાણી મહારાષ્ટ્ર સરકારનાં વેચાણ વેરા વિભાગનો કાર્યક્રમ લઈને આવ્યા, આમ જે કાર્યક્રમો આકાશવાણીની પ્રાયમરી ચેનલ નાં નિયમીત કાર્યક્રમનો અંશ બની શકતા હતા તે કાર્યક્રમો પ્રાયોજીત કાર્યક્રમ તરીકે વિવિધ ભારતીનાં જે તે સમયનાં લોકપ્રિય નિયમીત કાર્યક્રમને સમ્પૂર્ણ અથવા આંશિક રીતે સ્થાનિય વિવિધ ભારતી કેન્દ્રો પર અમૂક નિશ્ચીત સમય ગાળા માટે રદ કરીને આવતા થયા. જેમાં પરાકાષ્ઠા તો ત્યારે આવી કે જ્યારે વિવિધ ભારતીની સ્વર્ણ જયંતી ઉજવણીનાં માહિતીપ્રદ વિષેષ પ્રસારણોનો પણ ક્યારે ક સમ્પૂર્ણ અને ક્યારેક આંશિક ભોગ લેવાયો. આમ સરકાર એક હાથે ખર્ચ કરી બીજી બાજુ કમાણી બતાવતી થઈ, હા, આમાના કેટલાક ટૂકડા નિજી રેડિયો ચેનલ્સ ને બાગે જાય છે ખરા. આમ વિવિધ સરકારી ખાતાઓને પ્રચાર માટે ફાળવાતા બજેટને પૂરા કરવાનું અને સરકારી વિવિધ ભારતી કેન્દ્રોને આવકનાં લ્ક્ષ્યાંક પૂરા કરવાનં સરળ થયું. જેમાં મનોરંજન ને નામે ક્યારેક એકાદ ગુજરાતી ફિલ્મી ને બિનફિલ્મી ગીતની ઝલક ડોકાઈ જાય છે, અને આ કેન્દ્રોનાં શ્રોતાઓને વિવિધ ભારતીનાં નિયમીત કાર્યક્રમને જે તે સમયે સાંભળવા લધૂ તરંગ (શોર્ટ વેવ) અથવા બપોરે ૧૨ વાગ્યાથી ૨.૩૦ વાગ્યાનાં સમય ગાળામાં આ પરિસ્થિતીમાં ડીટીએચ ટીવી સેવાનો આશરો લેવો પડે છે અને આ બે પ્રસારણો મોબાઈલ માં મળી શકતા નથી. ક્યારે નિજી ઉત્પાદકો અને વિક્રેતાઓ પણ સરકારી સંસ્થાઓ જેવી રીત રસમ અપનાવી પોતાનાં ઉત્પાદનોનાં પોતા દ્વારા પ્રાયોજીત કાર્યક્રમનાં આલેખ માં જ ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું જેનાં સુરતનાં એક મસાલા ઉત્પાદક અને વિક્રેતા તેમ જ અમદાવાદનાં એક ફિનાઈલ ઉત્પાદક નાં દ્વારા પ્રાયોજીત કાર્યક્રમનો સમાવેશ થાય છે. અને ક્યારે ક તો પોતાનાં દ્વારા પ્રાયોજીત કાર્યક્રમમાં પોતે જ મહેમાન બન્યા. અને નિજી કેળવણી સંસ્થાઓ એ પણ પોતાનાં પ્રાયોજીત કાર્યક્રમમાં સરકારી પ્રાયોજીત કાર્યક્રમ જેવી પૂરા પ્રચારલક્ષી આલેખની નીતિ અપનાવી. વળી વિવિધ ભારતીની કેન્દ્રીય સેવાનાં ચિત્રલોક જેવા કાર્યક્રમને અલગ અલગ ભાગનાં અલગ અલગ પ્રાયોજકો મળતા થયા અને સાથે બધા કે કેટલાક ગીતો જે તે ફિલ્મ નિર્માતા અને ક્યારે ક રેકોર્ડ અને સીડી ઉત્પાદકો દ્વારા પ્રાયોજીત થવા માડ્યા. આમ સ્થાનીય ધોરણે વિજ્ઞાપન પ્રસારણ્ક કેન્દ્રો શરૂ થવાને કારણે આ ક્ષેત્રે રેડિયો સિલોન દ્વારા અગાઉથી કાર્યરત રાષ્ટ્રીય ઓળખ પામેલા મહારથી રેડિયો પ્રસારકોની વ્યસ્તતા એક તરફ વધતી ગઈ તો બીજી બાજૂ તેમની ઓળખ શ્રી અમીન સાયાનીનાં અપવાદ સિવાય સ્થાનીક બનતી ગઈ. વળી વિજ્ઞાપનોનું નિર્માણ સ્થાનીક ધોરણે અને સ્થાનીક કલાકારોને લઈને ઓછા ખર્ચે કરવાની મનોવૃતીએ એક તરફ ગુણવત્તાનો કેટલોક ભોગ લેવાયો તો બીજી તરફ ઉચ્ચ ગુણવત્તા વાળા રેડિયો સિલોન દ્વારા રાષ્ટ્રીય ઓળખ મેળવી ચૂકેલા ઉંચી ગુણવત્તા ઘરાવતા પ્રસારકો ધીરે ધીરે આ ક્ષેત્રેમાંથી બહાર થતા ગયા.
અહીં ટીવી પ્રસારણનો પણ ઉલ્લેખ કરીએ તો સાપ્તાહીકી જેવા કાર્યક્રમો પણ ક્યારેક કોઈ કોઈ કેન્દ્ર પર પ્રાયોજીત થતા હતા જે અજૂગતુ તો લાગતું હતું. સાથે ચિત્રહારમાં પ્રાયોજીત ગીતોની રજૂઆત શરૂ થઈ અને ફિચર ફિલ્મને પ્રાયોજીત કરાવા માંડી. પછી ધારાવાહીકો પ્રાયોજીત ધોરણે અને સહ-પ્રાયોજીત ધોરણે આવવાની શરૂઆત થઈ, ઘણા ઉત્તમ ધારાવાહીકો મળ્યા, જ્યારે કેટલાક ઘારાવાહીકો જરૂર કરતા વધૂ લામ્બા થયા. જેમાં આજે નિજી ચેનલ્સ પર તો પે-ચેનલ્સ હોવા છતા ય ધારાવાહિકોનાં સમય કરતા વિજ્ઞાપનોનો સમય વધવા માડ્યો અને તેની નકારાત્મક અસર રેડિયોનાં વિજ્ઞાપનોની સંખ્યા પર થઈ, જે વિવિધ ભારતીનું રષ્ટ્રીય અને વ્યહવારમાં પણ રાષ્ટ્રવ્યાપી એફ. એમ. નેટવર્ક વહેલું બન્યું હોત તો ઘણી ઓછી થઈ હોત. આમ બદલાતા કોન્સેપ્ટ આપણને ક્યાં થી ક્યાં લઈ જ્શે ?