Monday 11 November 2013

ગુજરાત મિત્રમાં તા. 02-11-2013 આં રોજ પ્રકાશિત (તસવીર રૂપે)અને મારૂ ચર્ચપત્ર મૂળ ટેક્સ સ્વરૂપે)

પિયુષ મહેતા
બી-7, જીવન પ્રભા
સ્નેઅહ મિલન બાગ પાસે ,
કદમ્બપલ્લી રોડ,
નાનપુરા, સુરત-395001.
તા. 31-10-2013.
પ્રતિ,
તંત્રી શ્રી ગુજરાત મિત્ર (ચર્ચાપત્ર વિભાગ ),
સુરત.
વિષય : એલોપથી-એન્ટીબાયૉટિક્સ દવાઓ અને આયુર્વેદીક-હોમિયોપેથીક          પ્રેક્ટીસનર્સ
આદરણિય તંત્રી શ્રી,
ઉપરોક્ત વિષય પર આજ તા. 31 ઓક્ટોબર, 2013 નાં રોજ ડૉ. શ્રી પ્રદીપ માર્ટીન સાહેબનું સચોટ મૂદ્દાઓ સાથેનું ચર્ચાપત્ર વાંચ્યું. પણ એક વધૂ સવાલ ઉભો જરૂર થાય છે, કે આ પથીઓનાં તબીબોને એલોપથીની અધકચરી જાણકારી કેવી રીતે પ્રાપ્ત થાય છે. એક રીત તો એમબીબીએસ તબીબનાં એમબીબીએસમાં પ્રવેશથી વંચીત રહેલા અને આ પથીઓમાં પ્રવેશ મેળવીને પદવી પામેલા ડોક્ટરોને પિતા તરફથી મળતી જાણકારી. બીજો રસ્તો એ છે, કે ઘણી ખ્યાતનામ અને કેટલી મધ્ય્મ કક્ષાની એલોપથી હોસ્પીટલો દ્વારા અને તે એ રીતે કે ઘણી વાર વર્તમાન પત્રોમાં આ પ્રકારની જાહેરાતો આવે છે, કે 'જોઈએ છે આયુર્વેદીક-હોમિયોપથી તબીબો કરો સમ્પર્ક (હોસ્પીટલ કે નર્સીંગ હોમનાં નામ)'. તો આ કેમ તો કે એમબીબીએસ તબીબોની માસીક પગાર ની અપેક્ષાઓ વધૂ હોય જ્યારે આ અન્ય પથીઓનાં તબીબો સરખામણીમાં ઓછા પગારે સેવા આપવા તૈયાર થતા હોય છે અને તેમને આઈસીસીયુ નાં મધ્યસ્થ કાડિયોગ્રામ મોનિટર સામે આરામ થી બેસાડી દેવાતા હોય છે. વળી માસ્ટર ડિગ્રી ધારી તબીબોને ત્યાં પણ ઘણાં દર્દીઓ આ તબીબોએ મોકલેલા હોય તેવો પૂરો સમ્ભવ છે કે જેઓ પોતાનાં દવાખાના પર આયુર્વેદીક કે હોમીયોપથીની ડિગ્રી તો સાચી દર્શાવે છે પણ સ્પસ્ટ રૂપે વૈદ તરીકે કે હોમીયોપથીક ડોક્ટર તરીકે પોતાને ઓળખાવતા જ નથી અને ફક્ત ફેમિલી ફિઝીશીયન તરીકે જ ઓળખાવે છે. તો શું કન્સલ્ટંટો એવી આચાર સંહીતા બનાવશે કે ફક્ત ને ફક્ત એલોપથી ડિગ્રીધારી તબીબોની જ ભલામણ ચિઠ્ઠી સાથેનાં દર્દીઓની સારવાર કરશે ? પણ સિક્કાની બીજી નહીં પણ ત્રીજી બાજૂ પણ છે, જેમાં આવા જ એક આયુર્વેદીક ડિગ્રીઘારી તબીબ સમય જતા ખ્યાતનામ અને સાચા અર્થમાં સેવા ધારી આંખનાં સર્જન બન્યા અને પરદેશની ડિગ્રીઓ પણ મેળવી ને પોતાનું નામ સાચા અર્થમાં ઉજાળ્યૂ છે. અહીં અન્ય પથીઓને સમ્પૂર્ણ પણે બિનઉપયોગી કહેવાનો કોઈ ઇરાદો નથી. હું પોતે પણ આ પથીઓને ઉપયોગી માનું છું જ. સવાલ આ પદ્ધતીનાં તબીબોની એ પથીઑ પ્રત્યેની નિષ્ઠાનો છે.
નાનપુરા,સુરત-395001.                                                        પિયુષ મહેતા

સમ્પર્ક: 2462789, 9898076606,9429859536,piyushmehtasurat@gmail.com

એક ગુજરાત મિત્રમાં તા> 25-09-2013ને દિવસે મોકલેલું અપ્રકાશિત ચર્ચાપત્ર

પિયુષ મહેતા
બી-7, જીવન પ્રભા
સ્નેઅહ મિલન બાગ પાસે ,
કદમ્બપલ્લી રોડ,
નાનપુરા, સુરત-395001.
તા. 25-09-2013.
પ્રતિ,
તંત્રી શ્રી ગુજરાત મિત્ર (ચર્ચાપત્ર વિભાગ ),
સુરત.
વિષય : નદીઓની રાષ્ટ્રીય ગ્રીડ ની જરૂરીયાત
આદરણિય તંત્રી શ્રી,
હાલ નાં સુરત શહેર પર ત્રાટકેલા દ્વિવીધ જળ સંકટ વિષે તા. 25 સપ્ટેમર, 2013નાં આપનાં દૈનિક અંકમાં સુંદર રજૂઆત તંત્રી સ્થાનેથી કરવામાં આવી તે બાબતે મને જ્યાં સુધી યાદ છે, ત્યાં સુધી સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને કેટલાક વર્ષો પર દેશની બધી નદીઓને એક બીજા સાથે નહેરો દ્વારા જોડવા માટેની એટલે નદીઓની રષ્ટ્રીય ગ્રીડની નિતી અને કાયદો ઘડી કાઢવા માટે તાકીદ કરી હતી પણ જાહેર ધૂમ્રપાન નિષેધ કાયદાનાં અમલીકરણ જેવી જ આ આદેશની અત્યાર સુધી કેન્દ્ર સરકાર પર થઈ છે. વર્ષો પહેલા કેન્દ્રીય સિચાઈ પ્રધાન શ્રી કે. એલ. રાવ આ વિચાર નાં મુળ પ્રણેતા રહ્યા છે. શું શહેરનું કોઈ બિન સરકારી સેવાભાવી સંગઠન આ બાબતે અદાલતમાં જાહેર હિતની અરજી કાયદાકીય પાસાઓ વિચારીને કરી શકે ? બાકી તો સરકારોની નિતી એવી રહી છે, કે જ્યારે અન્યત્ર આફતો આવે ત્યારે અહીં થી કોઈ પણ રીતે મદદ કહેવાતા એનજીઓઝ દ્વારા પડાવી લેવી પણ અહીં આવતી આફતો વખતે મદદનાં નામે નાના ટૂકડા જ ફેકવા અને અહીં નાં વેપારીઓ અને નાગરીકો પાસેથી ઉધરાવાતા કરોમાં કોઈ કરતા કોઈ રાહતો આપવી નહીં.
નાનપુરા, સુરત.                                                                                      પિયુષ મહેતા

.સમ્પર્ક: 2462789, 9898076606, 9429859536, piyushmehtasurat@gmail.com