Tuesday 27 March 2018

પિયુષ મહેતા,
બી-૭જીવન પ્રભા-૨,
સ્નેહ મિલન બાગ પાસે,
કદામ્બપલ્લી રોડ,
નાનપુરાસુરત-૩૯૫૦૦૧.
તા. ૨૧મી માર્ચ ૨૦૧૮ 

પ્રતિ,
તંત્રી શ્રી ગુજરાતમિત્ર,
(ચર્ચાપત્ર વિભાગ)
સુરત .
ચર્ચાપત્ર : કાદવ માં કમળ: સિક્કા ની બીજી બાજૂ
તારીખ ૧૯મી માર્ચ, ૨૦૧૭ નાં ગુજરાતમિત્ર માં શ્રી યુસૂફ ગુહ્જરતી નું ‘કાદવ માં કમળ ‘ શિર્ષક સાથેનું ચર્ચાપત્ર રજૂ થયું. તેમણે રજૂ કરેલી સામ્યવાદી પક્ષ નાં આગેવાનો ની રહેણી-કરણી અને આવક પક્ષ ને સમર્પિત કરવાની વિગતો મહદંશે સાચી હોય તો આ પક્ષો ની પક્ષો તરીકે ની પ્રમાણિકતા પ્રસ્થાપિત નથી જ કરતી. કારણ કે પ્રમાણિક નીતિ, સાંસદો અને ધારાસભ્યો તરીકે પોતાનાં સભ્યો દ્વારા વેતન અને નિવૃત્તિ વેતન નાં બેફામ વધારાનો વિરોધ કરાવવાની અને તેમાં સફળતા નહીં મળે તો આ વધારાઓ અને નિવૃત્તિ વેતન નાં અસ્વીકાર કરાવવાની જ હોઈ શકે. જે રીતે સ્વ. આદરણીય વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ, સ્વ. પુરુષોત્તમ માવળંકર, સ્વ. બાબુભાઈ પટેલ, શ્રી મહેન્દ્ર દેસાઈ જેવા સાંસદો કે ધારાસભ્યો ક્યાં તો પેન્સન સ્વીકારતા નહીં હતા , ક્યાં ટોકન રૂપ વેતન લેતા હતા, તેઓ ખરેખરા કાદાવમાં કમળ હતા, જેઓ પ્રજાનો પૈસો બચાવતા હતા. પણ આ તો એવું થાય છે, કે દરેક વેતન-વધારે પક્ષ આર્થિક રીતે તગડો થાય. હાલમાં જ એક રાજ્ય માં વિધાન સભાની ટીકીટ માંગનાર પક્ષનાં સભ્યો પાસે આર્થિક રીતે કડકા થયેલા કોંગ્રેસ પક્ષે,  ટિકિટ નહીં ફાળવે તો પણ પરત નહીં કરવા પાત્ર ફી, અરજી સાથે માગી. તો સામ્યવાદી પક્ષોએ પણ પ્રજાનાં કરવેરા નાં ભોગે પક્ષ ભંડોળ વધારવા માટે અપનાવેલી ચાલાકી જ છે. અને આ ભંડોળ નો ઉપયોગ પક્ષ ની સ્થાપિત નીતિ પ્રમાણે વર્ગ-વિગ્રહ ઉભો કરવાની જ રહી છે. આ કહેવાતા ઈશ્વર, ધર્મો, અને ધર્મસ્થાનો વિરોધી પક્ષો, ભારત માં ફક્ત હિંદુ ધર્મસ્થાનો અને હિંદુ ધર્મગુરુઓ નો જ વિરોધ કરે છે અને હિંદુઓમાં પણ જનરલ કેટેગરી વાળી જ્ઞાતિઓ નો જ વિરોધ કરે છે. જો તેઓ ઈશ્વર અને ધર્મસ્થાનો નાં વિરોધી હોય, તો નીતિ તરીકે તેમને મંદિર જ નહીં , મસ્જીદ કે ચર્ચ બાબતે પણ કોઈ પણ સમૂદાય ની તરફદારી કે વિરોધ થી અલિપ્ત રહેવું જોઈએ . અહીં, એક આવી જ વાત અન્ય નેતા ની તાદ આવે છે, કે કેટલાક વર્ષો પૂર્વે આર્યસમાજી નેતા સ્વામી અગ્નિવેશજી એ બંધારણ સુચિ માં સમાવિષ્ટ જ્ઞાતિજનો નાં હિંદુ મંદિર માં પ્રવેશ માટે દેખાવો, ઉપવાસ જેવી ચળવળો ચલાવી હતી. હવે જ્યારે આર્યસમાજ ની સ્થાપના જ મંદિરો અને બ્રાહ્મણોનાં કર્મકાંડોનાં વિરોધ રૂપે થઈ હોય તો આ કહેવાતી નીચલી જ્ઞાતિઓ નાં લોકોને આ મંદિરો અને કર્મકાંડી બ્રાહ્મણો ને આશરે મોકલીને શું તેઓ પોતાનાં પંથનાં સ્થાપિત સિદ્ધાંતો થી જુદી રીતે નથી વર્ત્યા ? શું આ જ્ઞાતિઓનાં લોકો પણ મરણોત્તર ક્રિયા પાછળ દેવા માં પેઢી દર પેઢી શાહુકારો નાં સકંજા માં નથી આવ્યા ? માટે તેમનાં પંથ ની નીતિ પ્રમાણે આ સમાજ નાં લોકો ને મંદિર પ્રવેશ, એ તેમની નીતિ નહીં હોઈ શકે પણ ધાર્મિક કુરિવાજો ની નિરર્થકતા સમજાવવાની જ હોય. એક વાર સ્વ. શ્રી રમણ ભાઈ પાઠક નાં સન્માન સમારંભ માં શ્રી મોરારીબાપૂ એ કહ્યું હતું કે પોતે મરણોત્તર ક્રિયા માં માનતા નથી અને એ બાબતે પોતે કોઈ શ્રેય નહીં લેતા ઉમેર્યું હતું કે તેઓ જે સમાજ નાં પ્રતિનિધિ છે તે સમાજ માં જ સદીઓ થી આ પ્રથા જ નથી. આમ ધાર્મિક કથાકાર પણ સમાજહિતલક્ષી વલણ અપનાવે ત્યારે આનંદ થાય. અહીં વડોદરા નિવાસી સામ્યવાદી આગેવાન શ્રી ભાલચંદ્ર ત્રિવેદી ને આદર પૂર્વક યાદ કરવા પડે કે તેઓ શ્રી મોરારજી દેસાઈ જેવા નેતા માટે અનહદ માં ધરાવતા હતા, અને તેમની પ્રમાણિકતા માટે ક્યારે પણ શંકા કરતા નહીં હતા, તેઓ સિસ્ટમ વિરોધી જરૂર હતા.


નાનપુરાસુરત                                                                                 પિયુષ મહેતા.