Tuesday, 27 March 2018

પિયુષ મહેતા,
બી-૭જીવન પ્રભા-૨,
સ્નેહ મિલન બાગ પાસે,
કદામ્બપલ્લી રોડ,
નાનપુરાસુરત-૩૯૫૦૦૧.
તા. ૨૧મી માર્ચ ૨૦૧૮ 

પ્રતિ,
તંત્રી શ્રી ગુજરાતમિત્ર,
(ચર્ચાપત્ર વિભાગ)
સુરત .
ચર્ચાપત્ર : કાદવ માં કમળ: સિક્કા ની બીજી બાજૂ
તારીખ ૧૯મી માર્ચ, ૨૦૧૭ નાં ગુજરાતમિત્ર માં શ્રી યુસૂફ ગુહ્જરતી નું ‘કાદવ માં કમળ ‘ શિર્ષક સાથેનું ચર્ચાપત્ર રજૂ થયું. તેમણે રજૂ કરેલી સામ્યવાદી પક્ષ નાં આગેવાનો ની રહેણી-કરણી અને આવક પક્ષ ને સમર્પિત કરવાની વિગતો મહદંશે સાચી હોય તો આ પક્ષો ની પક્ષો તરીકે ની પ્રમાણિકતા પ્રસ્થાપિત નથી જ કરતી. કારણ કે પ્રમાણિક નીતિ, સાંસદો અને ધારાસભ્યો તરીકે પોતાનાં સભ્યો દ્વારા વેતન અને નિવૃત્તિ વેતન નાં બેફામ વધારાનો વિરોધ કરાવવાની અને તેમાં સફળતા નહીં મળે તો આ વધારાઓ અને નિવૃત્તિ વેતન નાં અસ્વીકાર કરાવવાની જ હોઈ શકે. જે રીતે સ્વ. આદરણીય વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ, સ્વ. પુરુષોત્તમ માવળંકર, સ્વ. બાબુભાઈ પટેલ, શ્રી મહેન્દ્ર દેસાઈ જેવા સાંસદો કે ધારાસભ્યો ક્યાં તો પેન્સન સ્વીકારતા નહીં હતા , ક્યાં ટોકન રૂપ વેતન લેતા હતા, તેઓ ખરેખરા કાદાવમાં કમળ હતા, જેઓ પ્રજાનો પૈસો બચાવતા હતા. પણ આ તો એવું થાય છે, કે દરેક વેતન-વધારે પક્ષ આર્થિક રીતે તગડો થાય. હાલમાં જ એક રાજ્ય માં વિધાન સભાની ટીકીટ માંગનાર પક્ષનાં સભ્યો પાસે આર્થિક રીતે કડકા થયેલા કોંગ્રેસ પક્ષે,  ટિકિટ નહીં ફાળવે તો પણ પરત નહીં કરવા પાત્ર ફી, અરજી સાથે માગી. તો સામ્યવાદી પક્ષોએ પણ પ્રજાનાં કરવેરા નાં ભોગે પક્ષ ભંડોળ વધારવા માટે અપનાવેલી ચાલાકી જ છે. અને આ ભંડોળ નો ઉપયોગ પક્ષ ની સ્થાપિત નીતિ પ્રમાણે વર્ગ-વિગ્રહ ઉભો કરવાની જ રહી છે. આ કહેવાતા ઈશ્વર, ધર્મો, અને ધર્મસ્થાનો વિરોધી પક્ષો, ભારત માં ફક્ત હિંદુ ધર્મસ્થાનો અને હિંદુ ધર્મગુરુઓ નો જ વિરોધ કરે છે અને હિંદુઓમાં પણ જનરલ કેટેગરી વાળી જ્ઞાતિઓ નો જ વિરોધ કરે છે. જો તેઓ ઈશ્વર અને ધર્મસ્થાનો નાં વિરોધી હોય, તો નીતિ તરીકે તેમને મંદિર જ નહીં , મસ્જીદ કે ચર્ચ બાબતે પણ કોઈ પણ સમૂદાય ની તરફદારી કે વિરોધ થી અલિપ્ત રહેવું જોઈએ . અહીં, એક આવી જ વાત અન્ય નેતા ની તાદ આવે છે, કે કેટલાક વર્ષો પૂર્વે આર્યસમાજી નેતા સ્વામી અગ્નિવેશજી એ બંધારણ સુચિ માં સમાવિષ્ટ જ્ઞાતિજનો નાં હિંદુ મંદિર માં પ્રવેશ માટે દેખાવો, ઉપવાસ જેવી ચળવળો ચલાવી હતી. હવે જ્યારે આર્યસમાજ ની સ્થાપના જ મંદિરો અને બ્રાહ્મણોનાં કર્મકાંડોનાં વિરોધ રૂપે થઈ હોય તો આ કહેવાતી નીચલી જ્ઞાતિઓ નાં લોકોને આ મંદિરો અને કર્મકાંડી બ્રાહ્મણો ને આશરે મોકલીને શું તેઓ પોતાનાં પંથનાં સ્થાપિત સિદ્ધાંતો થી જુદી રીતે નથી વર્ત્યા ? શું આ જ્ઞાતિઓનાં લોકો પણ મરણોત્તર ક્રિયા પાછળ દેવા માં પેઢી દર પેઢી શાહુકારો નાં સકંજા માં નથી આવ્યા ? માટે તેમનાં પંથ ની નીતિ પ્રમાણે આ સમાજ નાં લોકો ને મંદિર પ્રવેશ, એ તેમની નીતિ નહીં હોઈ શકે પણ ધાર્મિક કુરિવાજો ની નિરર્થકતા સમજાવવાની જ હોય. એક વાર સ્વ. શ્રી રમણ ભાઈ પાઠક નાં સન્માન સમારંભ માં શ્રી મોરારીબાપૂ એ કહ્યું હતું કે પોતે મરણોત્તર ક્રિયા માં માનતા નથી અને એ બાબતે પોતે કોઈ શ્રેય નહીં લેતા ઉમેર્યું હતું કે તેઓ જે સમાજ નાં પ્રતિનિધિ છે તે સમાજ માં જ સદીઓ થી આ પ્રથા જ નથી. આમ ધાર્મિક કથાકાર પણ સમાજહિતલક્ષી વલણ અપનાવે ત્યારે આનંદ થાય. અહીં વડોદરા નિવાસી સામ્યવાદી આગેવાન શ્રી ભાલચંદ્ર ત્રિવેદી ને આદર પૂર્વક યાદ કરવા પડે કે તેઓ શ્રી મોરારજી દેસાઈ જેવા નેતા માટે અનહદ માં ધરાવતા હતા, અને તેમની પ્રમાણિકતા માટે ક્યારે પણ શંકા કરતા નહીં હતા, તેઓ સિસ્ટમ વિરોધી જરૂર હતા.


નાનપુરાસુરત                                                                                 પિયુષ મહેતા.

Monday, 11 November 2013

ગુજરાત મિત્રમાં તા. 02-11-2013 આં રોજ પ્રકાશિત (તસવીર રૂપે)અને મારૂ ચર્ચપત્ર મૂળ ટેક્સ સ્વરૂપે)

પિયુષ મહેતા
બી-7, જીવન પ્રભા
સ્નેઅહ મિલન બાગ પાસે ,
કદમ્બપલ્લી રોડ,
નાનપુરા, સુરત-395001.
તા. 31-10-2013.
પ્રતિ,
તંત્રી શ્રી ગુજરાત મિત્ર (ચર્ચાપત્ર વિભાગ ),
સુરત.
વિષય : એલોપથી-એન્ટીબાયૉટિક્સ દવાઓ અને આયુર્વેદીક-હોમિયોપેથીક          પ્રેક્ટીસનર્સ
આદરણિય તંત્રી શ્રી,
ઉપરોક્ત વિષય પર આજ તા. 31 ઓક્ટોબર, 2013 નાં રોજ ડૉ. શ્રી પ્રદીપ માર્ટીન સાહેબનું સચોટ મૂદ્દાઓ સાથેનું ચર્ચાપત્ર વાંચ્યું. પણ એક વધૂ સવાલ ઉભો જરૂર થાય છે, કે આ પથીઓનાં તબીબોને એલોપથીની અધકચરી જાણકારી કેવી રીતે પ્રાપ્ત થાય છે. એક રીત તો એમબીબીએસ તબીબનાં એમબીબીએસમાં પ્રવેશથી વંચીત રહેલા અને આ પથીઓમાં પ્રવેશ મેળવીને પદવી પામેલા ડોક્ટરોને પિતા તરફથી મળતી જાણકારી. બીજો રસ્તો એ છે, કે ઘણી ખ્યાતનામ અને કેટલી મધ્ય્મ કક્ષાની એલોપથી હોસ્પીટલો દ્વારા અને તે એ રીતે કે ઘણી વાર વર્તમાન પત્રોમાં આ પ્રકારની જાહેરાતો આવે છે, કે 'જોઈએ છે આયુર્વેદીક-હોમિયોપથી તબીબો કરો સમ્પર્ક (હોસ્પીટલ કે નર્સીંગ હોમનાં નામ)'. તો આ કેમ તો કે એમબીબીએસ તબીબોની માસીક પગાર ની અપેક્ષાઓ વધૂ હોય જ્યારે આ અન્ય પથીઓનાં તબીબો સરખામણીમાં ઓછા પગારે સેવા આપવા તૈયાર થતા હોય છે અને તેમને આઈસીસીયુ નાં મધ્યસ્થ કાડિયોગ્રામ મોનિટર સામે આરામ થી બેસાડી દેવાતા હોય છે. વળી માસ્ટર ડિગ્રી ધારી તબીબોને ત્યાં પણ ઘણાં દર્દીઓ આ તબીબોએ મોકલેલા હોય તેવો પૂરો સમ્ભવ છે કે જેઓ પોતાનાં દવાખાના પર આયુર્વેદીક કે હોમીયોપથીની ડિગ્રી તો સાચી દર્શાવે છે પણ સ્પસ્ટ રૂપે વૈદ તરીકે કે હોમીયોપથીક ડોક્ટર તરીકે પોતાને ઓળખાવતા જ નથી અને ફક્ત ફેમિલી ફિઝીશીયન તરીકે જ ઓળખાવે છે. તો શું કન્સલ્ટંટો એવી આચાર સંહીતા બનાવશે કે ફક્ત ને ફક્ત એલોપથી ડિગ્રીધારી તબીબોની જ ભલામણ ચિઠ્ઠી સાથેનાં દર્દીઓની સારવાર કરશે ? પણ સિક્કાની બીજી નહીં પણ ત્રીજી બાજૂ પણ છે, જેમાં આવા જ એક આયુર્વેદીક ડિગ્રીઘારી તબીબ સમય જતા ખ્યાતનામ અને સાચા અર્થમાં સેવા ધારી આંખનાં સર્જન બન્યા અને પરદેશની ડિગ્રીઓ પણ મેળવી ને પોતાનું નામ સાચા અર્થમાં ઉજાળ્યૂ છે. અહીં અન્ય પથીઓને સમ્પૂર્ણ પણે બિનઉપયોગી કહેવાનો કોઈ ઇરાદો નથી. હું પોતે પણ આ પથીઓને ઉપયોગી માનું છું જ. સવાલ આ પદ્ધતીનાં તબીબોની એ પથીઑ પ્રત્યેની નિષ્ઠાનો છે.
નાનપુરા,સુરત-395001.                                                        પિયુષ મહેતા

સમ્પર્ક: 2462789, 9898076606,9429859536,piyushmehtasurat@gmail.com

એક ગુજરાત મિત્રમાં તા> 25-09-2013ને દિવસે મોકલેલું અપ્રકાશિત ચર્ચાપત્ર

પિયુષ મહેતા
બી-7, જીવન પ્રભા
સ્નેઅહ મિલન બાગ પાસે ,
કદમ્બપલ્લી રોડ,
નાનપુરા, સુરત-395001.
તા. 25-09-2013.
પ્રતિ,
તંત્રી શ્રી ગુજરાત મિત્ર (ચર્ચાપત્ર વિભાગ ),
સુરત.
વિષય : નદીઓની રાષ્ટ્રીય ગ્રીડ ની જરૂરીયાત
આદરણિય તંત્રી શ્રી,
હાલ નાં સુરત શહેર પર ત્રાટકેલા દ્વિવીધ જળ સંકટ વિષે તા. 25 સપ્ટેમર, 2013નાં આપનાં દૈનિક અંકમાં સુંદર રજૂઆત તંત્રી સ્થાનેથી કરવામાં આવી તે બાબતે મને જ્યાં સુધી યાદ છે, ત્યાં સુધી સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને કેટલાક વર્ષો પર દેશની બધી નદીઓને એક બીજા સાથે નહેરો દ્વારા જોડવા માટેની એટલે નદીઓની રષ્ટ્રીય ગ્રીડની નિતી અને કાયદો ઘડી કાઢવા માટે તાકીદ કરી હતી પણ જાહેર ધૂમ્રપાન નિષેધ કાયદાનાં અમલીકરણ જેવી જ આ આદેશની અત્યાર સુધી કેન્દ્ર સરકાર પર થઈ છે. વર્ષો પહેલા કેન્દ્રીય સિચાઈ પ્રધાન શ્રી કે. એલ. રાવ આ વિચાર નાં મુળ પ્રણેતા રહ્યા છે. શું શહેરનું કોઈ બિન સરકારી સેવાભાવી સંગઠન આ બાબતે અદાલતમાં જાહેર હિતની અરજી કાયદાકીય પાસાઓ વિચારીને કરી શકે ? બાકી તો સરકારોની નિતી એવી રહી છે, કે જ્યારે અન્યત્ર આફતો આવે ત્યારે અહીં થી કોઈ પણ રીતે મદદ કહેવાતા એનજીઓઝ દ્વારા પડાવી લેવી પણ અહીં આવતી આફતો વખતે મદદનાં નામે નાના ટૂકડા જ ફેકવા અને અહીં નાં વેપારીઓ અને નાગરીકો પાસેથી ઉધરાવાતા કરોમાં કોઈ કરતા કોઈ રાહતો આપવી નહીં.
નાનપુરા, સુરત.                                                                                      પિયુષ મહેતા

.સમ્પર્ક: 2462789, 9898076606, 9429859536, piyushmehtasurat@gmail.com

Tuesday, 26 February 2013

કિશોર કૂમાર- હરફન મૌલાકિશોર કૂમાર- હરફન મૌલા
4 ઓગસ્ટ 1929 નાં રોજ જન્મ્યા હતા, બંગાળી પરિવારમાં. અને નામ પાડવામાં આવ્યું આભાસ કુમાર. અવાજ ગાવા લાયક નહીં હતો, પણ એક વખત ઇજા થવાને કારણે લામ્બા સમય સુધી રડતા રહેવાથી અવાજમાં પરિવર્તન આવ્યું અંને સુરીલો બન્યો. કુન્દનલાલ સાયલગનાં તેઓ અન્ય સ્થાપીત ગાયકો સ્વ. મહમ્મદ રફી સાહેબ અને સ્વ. મૂકેશજીની જેમ જ પરમ ભક્ત રહ્યા હતા અને તેમની શૈલીમાં તેમનાં ગીતો ગાતા રહેતા હતા, તે દરમિયાન સ્વ. સચીન દેવ બર્મન જી અને અશોક કુમારજી કોઈ ક સમયે મળ્યા ત્યારે તેમનાં સાંભળવામાં કિશોરદા નું ગીત ગણગણતા હતા એ આવ્યું તો તેમણે ઘણા પ્રભાવિત થઈ એક મહત્વનું સુચન કર્યું, કે સાયગલજી ને ગાયક તરીકે ભજવા એ ઘણી સારી વાત છે, પણૅ દરેકે પોતાની મૌલીક શૈલીથી જ ગાવુ6 જોઈએ, માટે તેમણે પોતાની શૈલીમાંથી સાયગલ સાહેબને અલગ કરવા. અને કિશોરદાએ પોતાનાં જ અવાજમાં યોડલિંગ સાથે ગાવાનું શરૂ કર્યું. કહેવાય છે, કે એસ ડી બર્મન જીએ તેમને પહેલી તક ફિલ્મ શિકારી માં આપી. પણ તે ગીત વિશે ચોક્કસ માહિતી પ્રપ્ત નથી. પણ સ્વ. ખેમચંદ પ્રકાશજીનાં ફિલ્મ જિદ્દી નાં ગીત મરને કી દુવાએ તથા લતાજી સાથેનાં યુગલ ગીત યે કોન આયા થી ખાસા જાણીતા થયા. ફિલ્મ જિદ્દી બનતી હતી ત્યારે સ્ટૂડિયોમાં આવતી વખતે તેઓ લતાજી થી અજાણ હતા અને તેમને ખબર જ નહી હતી, કે તેમની આગળ લતાજી જેવા કઈક અંશે સ્થાપીત પાર્શ્વ ગાયિકા ચલી રહ્યા છે, અને લતાજીને પણ તેમની પાછળ ભવિષ્યનાં મહાન ઓલ રાઉંડર કલાકાર ચાલી રહ્યા છે, તેમણે સંગીતકાર ખેમચંદ પ્રકાશને ફરિયાદ કરી કે આ કોઈ સ્ટેશન થી સ્ટૂડિયો સુધી મારો પિછો કરતો રહ્યો છે, ત્યારે ખેમચંદજીએ કહ્યું કે આતો આ ફિલ્મની નિર્માણ કમ્પની બોમ્બે ટૉકીઝનાં હાલનાં માલિક શ્રી અશોક કૂમારજીનો ભાઈ છે. પછી તો હાસ્ય વચ્ચે આ વાત પૂરી થઈ. કિશોરદા જ્યારે લતાજી સાથે ગીત ગાવાનાં હોય્  ત્યારે પોતાની ફી લતાજી આ ક્ષેત્રે તેમનાં થી સિનિયર હોવાથી તેમનાં કરતા એક રૂપિયો ઓછી રાખતા રહ્યા હતા. તે સમયનાં ઘણા સંગીતકારો એ તેમને ફક્ત તેમનાં પોતાનાં અભિનય વાળી ફિલ્મોમાં તેમનાં પર ફિલ્માવાતા ગીતો આપ્યા હતા, પણ એસ ડી બર્મન અને દેવાનંદજી ની જોડી ઉપરાંત સ્વ. અનિલ વિશ્વાસ અને સંગીત કાર સુધીર ફડકે એ તેમને અન્ય અભિનેતાઓનાં ગીત આપ્યા હતા. જ્યારે સ્વ. અનિલ વિશ્વાસે એક વેળા એવું નિવેદન કર્યું, કે કિશોર કૂમાર મહમ્મદ રફી કરતા પણ મહાન ગાયક છે, ત્યારે આ વિધાનનો વિરોધ કરતા પત્ર શ્રી અનિલ વિશ્વાસને લખવામાં કિશોરદા પણ હતા.  અભિનયથી છટકવા તેઓ જાત જાતનાં ખેલ કરતા જેમાં પોતાનું માથું મુંડાવવા સુધીની હરકતો હતી, પણ 60 નાં દાયકામાં તેમની અભિનય કારકિર્દી એકદમ સફળ રહી, ખાસ કરીને હીરો-કોમેડિયન તરીકે. સ્વ. સલિલ ચૌધરી તેમને નોકરી ફિલ્મ માટે તેમનાં અભિનય પર ગીત આપવા શરૂમાં તૈયાર નહીં હતા, પણ જ્યારે તેમને કહેવામાં આવ્યું કે કિશોર દા પન ગાય છે, ત્યારે ગીત આપ્યા. પણ ફિલ્મ હાફ ટિકીટ માટે જ્યારે તે સમયે શ્ત્રી વેષી પુરૂષ પાત્ર માટે ની પાર્શ્વ ગાયિકા તરીકે પાછલી કારકિર્દીમાં જાણીતા થયેલા શમસાદ બેગમ ઉપલબ્ધ નહીં થયા, ત્યારે આ પ્રકારનાં ગીત માટે કિશોર દાએ પોતે જ બે અવાજમાં (પ્રાણ સાહેબ માટે પોતાનો અસલ આવાજ અને પોતાનાં સ્ત્રીવેષ માટે પોતાનો બદલેલો આવાજ) ગીત ગાઈ શકશે એમ કહીને મુજવણનો અંત લાવ્યા હતા. અને આજે પણૅ આ ગાયન સંગીત હરીફાઈમાં સ્થાન પામે છે. હાસ્ય ગીતો માં ચાલૂ ગીતે અવનવી હરકતો ઉમેરવાની તેમની આદતથી સાથી પુરૂષ અને સ્ત્રી વાયક ગાયિકાઓ એ ખાસા સતર્ક  રહેવું પડતું હતું. તેઓ આઈ એસ જોહર અને મહેમૂદ દરેક એક બીજા માટે અનહદ માન ધરાવતા હતા. મેહમૂદની ફિલ્મ દો ફૂલનાં આશાજી સાથેનાં ગીત ઉત્તકોડી માટે પ્રથમ  પસંદ કિશોરદા હતા અને એઓ વ્યસ્ત હોવાથી ચિત્રીકરણની ઉતાવળ માટે ડમી તરીકે મેહમૂદે આ ગાયન ગાયું, પણ આ ગીત જેવું કિશોરદાએ સાંભળ્યું, કે તરત પોતે ગાવાની નાં પાડી કે આ જ ગીત રાખો, જ્ત્યારે મેહમૂદે કહ્યું, કે મે તો અગડમ બગડમ ગાયું છે, તો કિશોરદાએ કહ્યું, કે એ જ તો આ ગીતની સુંદરતા છે. ફિલ્મ પડોશનમાંનાં શાસ્ત્રીય-હાસ્ય ગીત એક ચતૂર નાર ની વાતો તો કઈ જગ્યાએ કહેવાઈ અને લખાઈ ગઈ છે, કે મહેમૂદે કહ્યું, કે મન્ના ડે ને મારું પાશ્ર્વગાન આ ગીત માટે આપવાનું છે, પણ શરૂઆતમાં મન્ન દાએ વિરોધ કર્યો, કે પોતે શાસ્ત્રીય ગાયક થઈને જે વ્યક્તિ શાસ્ત્રીય ગાયન શીખી જ નથી તેની સામે હારવાનું પસંદ નહીં કરે, પણ પછે મેહમૂદે કહ્યું, કે જ્યારે મારા પાત્રએ હારવાનું છે, ત્યારે આપ થોડું, દબાતું ગાશો, અને કિશોરદાએ મહેમૂદને કહ્યું, કે રાહૂલ દેવ બર્મનને સમજાવી દો, કે આ રેકોર્ડિંગ ની જવાબદારી પોતાને સોપે, અને આ ગીતની સરગમ પોતે લખી, અને ચાલુ રેકોર્ડિંગ સમયે હરકતો ઉમેરીને ગીત પોતાની તરફ વાળતા ગયા. . તેમનું પાગલપણ ફિલ્મી દુનિયાનાં કેટલાક સ્વાર્થી તત્વોથી એક રક્ષણ મેળવવા માટે બુદ્ધિપૂર્વકનો અભિનય જ હતો, તેનાં મદાદનીશનો ગીતનું મહેનતાણું, મળવા બાબતના ઇશારા બાદજ ગીત ગાવાનું શરૂ કરતા, અને જ્યારે પોતાની નિર્મીત ફિલ્મ માટે પણ મહેનતાણા બાબતે ઇશારાની રાહ જોવા લાગ્યા, ત્યારે મદદનીશે કહ્યું, કે સાહબ, આ તો આપની જ ફિલ્મ છે. જ્યારે સંગીતકાર જયદેવજીએ તેમને અતિ શુદ્ધ શાસ્ત્રીય ગીત માટે તેમણે ના પાડવા છતા ય આગ્રહ રાખ્યો, ત્યારે તેઓ મુમ્બઈની બહાર રેકોર્ડિંગ સમયે ચાલ્યા ગયા અને આ પહેલા ગૌરાંગ વ્યાસનાં સંગીત નિર્દેષન વાળી ગુજરાતી ફિલ્મમાં ગીત ગાવા માટે સમ્મતી આપી ચૂક્યા હતા, અને જ્યારે ગૌરાંગ ભાઈને જયદેવજીનાં કિસ્સની ખબર પદી ત્યારે ગભરાતા ગભરાતા તેઓએ કિશોરદાને પોતાના રેકોર્ડિંગ માટે યાદ કરાવવા રૂબરૂ ગયા, તો કહે કે હા હું ગાઈશ. પણ ત્યારે ગૌરાંગ ભાઈએ કહ્યું, કે આપ તો હા કહીને બહારગામ ચાલ્યા જાઓ છો, તો મોટે થી હસીને કહ્યું, કે મને મન્નાદા ને લાયકનું ગીત આપે, તો હું શું કરું ? તું નિરાંતે ઉંધજે. અને પોતોઆનું વચન પાળ્યું. સ્વ. સત્યજીત રે જે કિશોરદાનાં પ્રથમ પત્ની અને અમીતકૂમારનાં માતા રૂમા ગાંગૂલીનાં નજીકનાં સમ્બંધી હતા તેઓ કિશોરદા માટે અનહદ માન ધરાવતા હતા. તેમનાં પુત્ર સંદીપ રે એ કિશોરદા પર એક દસ્તાવેજી ફિલ્મ જિંદગી એક સફર બનાવી છે, જેમાં આવાજની દુનિયાનાં બેતાજ બાદશાહ શ્રી અમીન સાયાનીજીની કોમેન્ટ્રી છે.. દૂર ગગન કી છાંવમેં થી આપણે એક અલગ કિશોરદાને અભિનેતા તરીકે જ નહીં પણ સંજીદા નિર્માતા, નિર્દેષક અને સંગીતકાર તથા ગીતકાર તરીકે મેળવી શક્યા.

શ્રી દેવાનંદ બાદ આરાધના ફિલ્મથી તેઓ રાજેષ ખન્નાનો પણ અવાજ ગણાવવા લાગ્યા અને ગાયક તરીકેની તેમની બીજી ઇનિંગ માટે પણ સંગીતકાર એસ ડી બર્મન અને તેમનાં સુપુત્ર અને તેમનાં સહાયક સંગીતકાર તરીકે પણ કામ કરતા એવા સંગીતકાર રાહુલ દેવ બર્મન નિમીત બન્યા. ત્યાર બાદ રાજેષ ખન્નાએ કઈ સંગીતકારો પાસે તેમનાં પાર્શ્વગાનની પોતાને માટે માગણી કરતા રહ્યા. અને કિશોરદા તરફથી પણ તેઓ ખૂબ લાગણી અને પ્રેમ પામ્યા. રાજેષ ખનાએ પોતાની ફિલ્મો બનાવી તેમાં કિશોરદાએ મહેનતાણા માટે સાફ મના કરી ને ગાયુ, અને પોતાની ફિલ્મ મમતા કી છાંવમેં માટે પોતાની પત્ની લીના ચંદાવરકર સાથે રાજેષ ખનાને મૂખ્ય ભૂમીકામાં લીધા હતા. હાલની બાળ તેમજ યુવા પેઢીમાં તેમનાં ગીતો આજે પણ માનીતા રહ્યા છે. ગાયિકા અનુપમાં દેશપાંડે જ્યારે ડમી તરીકે ગીત ગાતા હતા ત્યારે કિશોરદાએ તેમને પૂછ્યૂં કે ક્યાં સુધી આ રીતે જ ગાશો, તો તેમણે કહ્યું કે કોઈ ગીત તેમનું રેકોર્ડ પર કાયમ રાખવામાં આવે તો તેમને પોતાને શો વાંધો હોઈ શકે ? તો કિશોરદાએ સંગીતકાર અને નિર્માતા નિર્દેષકને કહ્યું , કે જો આ ગાયિકાનાં ગીતો રાખશઓ તો જ પોતે પણ ગાશે, આમ નવોદીતોને મદદ રૂપ થતા હતા. રૂમાજી થી સામાજીક રીતે અલગ થયા પછી રૂમાજીનાં બીજા  પતિથી થયેલા પૂત્રને કેન્સર થયાની જાણ થતા તેમને વગર માગ્યે તે જમાનાં માં એક લાખ રૂપિયાની મદદ કરી હતી. ઇન્કમ ટેક્ષ જેવા કામનો તેમને કંટાળો હતો, તેથી જ આવકનું સ્તર નીચું કરવા માટે ખોટ ખાવાનાં ઇરાદા સાથે ચલતી કા નામ ગાડી નિર્માણ કરી હતી, પણ તેમની ગણતરી અધધધ નફા સાથે ઉંધી થઈ ગઈ હતી. પોતાનાં પ્રોડક્ષન હાઉસમાં કોઈ ની સાથે કામ કરતા કોઈ પોતાથી અજાણ્યા વ્યક્તિને કામ કરતા નિયમીત રીતે જોતા તો તેને પૂછતા કે તમે કામ કરો છો તો તમારુ પેમેન્ટ કેમ લેતા નથી. સંગીતકારા ઉષા ખન્નાજી કોઈ નવા સવા નિર્માતા સાથે ફિલ્મ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક ગીત માટે કિશોરદાને નક્કી કર્યા ત્યારે નિર્માતાએ પોતાના બજેટ ની બહાર હોવાની વાત કરી. તો ઉષાજી કિશોરદાને ફોન કરીને તેમને ત્યાં ગયા તો કિશોરદાએ શંકા કરી કે કોઈ પેમેન્ટનો મામલો તો નથી. તો ઉષાજીએ કહ્યું, કે હા નિર્માતા નવા હોવાને કારણે આજ પ્રોબ્લેમ છે. તો કિશોરદાએ કહ્યું, કે તમે આવ્યા છો, તો સ્વાગત છે, પણ જો સમયને અભાવે તમે ફોન પર જ આ વાત કરતે તો પણ હું ગાતે જ. મન્ના ડે અને હેમન્તકૂમાર સાથે શરૂઆતનાં ઘણા સ્ટેજ શૉઝ કર્યા હતા. બાકી ઇન્કમ ટેક્ષની જંગી રકમ ભરવાની થતા, અશોક કૂમારની ઓળખાણ થી ઇન્કમ ટેક્ષ ખાતુ, તેમને સ્ટેજ શૉ કરવા અને તેમાંથી થતી આવક તે સ્થળ પરથી જ વસૂલ લેવા સમ્મ્ત થયું, તો શરૂઆતમાં હેમન્તદા સાથે પ્રથમ શૉ વખતે પબ્લીક સામે આવતા ગભરાતા હતા અને હેમંતદાએ તેમને રીતસર આસ્વાસન આપવું પડ઼્યું હતું, કે હું સાથે છું ને. પણ તેમનાં નામની જાહેરાત થતા જ પબ્લીકે જે આવકાર તાળીઓનાં ગડગડાટ થી આપ્યો તો કિશોરદાએ મન મૂકીને ગીતો ગાયા હતા. સુનિલ દત્ત તેમને અજંટા આર્ટ્સ નાં ગૃપમાં યુદ્દ વખતે સહરદ પર કાર્યક્રમ કરવા લઈ ગયા તો સૈનિકો સામે ગાતા આ જ હાલ થયા તો સુનિલજીએ તેમને પોતાની પાછળ ઉભા રહીને ગાવાનું કહ્યું અને શરૂઆતની થોડી મિનીટો બાદ પોતે હટી જતા સૈનિકોએ આજ રીતે તેમનો આનંદ વ્યક્ત કર્યો હતો. બાદમાં કેટલાય દેશોમાં શૉઝ કર્યા અને તોફાની ગીતો વખતે પબ્લીકને પોતાની સાથે સ્ટેજ પર ડાંસ કરવા આમંત્રણ આપવા માંડ્યું હતું.  એક વખત એક સ્ટેજ શૉ માં એક શ્રોતાએ તેમને શ્રી અનિલ વિશ્વાસનાં સંગીત વાળા તેમનાં ગાયેલા ફિલ્મ ફરેબનાં (લતાજી સાથેનાં યુગલ)ગીત આ મોહોબત કી બસ્તી બસાયેંગે હમ માટે ફરમાઈશ કરી તો એક મિનીટ માટે તેમનાં સામે જોયા કર્યું, પછી, કહ્યું, કે વિરામ સમયમાં મને બેક-સ્ટેજમાં મળજો, વિરામમાં તે શ્રોતાને આવા સુંદર ગીત ની ફરમાઈશ કરવા બદલ શાબાશી આપી અને કહ્યું, કે આ ગીત પૂર્વ-રિયાઝ વગર ગાઈને હું આ સંગીતકારનું અપમાન નથી કરવા માંગતો, પણ મારા આ બાદનાં કાર્યક્રમમાં હું જરૂર ગાઈશ અને તમે મારા મહેમાન તરીકે પ્રથમ હરોળમાં સ્થાન પામશો. અને કિશોરદાએ આ વચન નિભાવ્યું. ફિલ્મી દુનિયામાં બધાને વારંવાર ચકમો દેતા કિશોરદા એક વખત પોતાનાં જન્મ સ્થળ ખંડવા ગયા અને ત્યાં તેમની સાથે બાળપણ માં ભણીને મોટા થઈને ધોબીકામ કરતા મિત્ર અને ન્યાયાધીશ બનેલા મિત્રને એક મંચ પર એક સરખા માનથી ભેગા કરી પાર્ટી આપી હતી.  અને પોતાના મૃત્યૂ બાદ પોતાને ખંડવામાં અંતીમ ક્રિયા માટે લઈ જવામાં આવે તેવી સુચનાં આપી હતી અને વારંવાર બધાને ચકમો આપતા કિશોરદા તેમનાં મોટા ભાઈ અશોકકૂમારજીને પણ તેમનાં જન્મ-દિને  13મી ઓક્ટોબર, 1987નાં રોજ જ ચકમો આપી તેમનાં જન્મદિનની પાર્ટીમાં જવાને બદલે આ દુનિયામાંથી હમેશ માટે છટકી ગયા, જેમને તેમનાં જન્મ સ્થળ ખંદવા અંતીમ-વિદાય માટે તેમની સુચના મૂજબ લઈ જવાયા. પણ આજે એક પન દિવસ એવો નહીં હોય કે તેમનાં ગીતો રેડિયો પર કે કોઈ સંગીત-પ્રેમીની અંગત મ્તૂઝીક સિસ્ટમ પર નહીં ગુંજ્યા હોય. કિશોરદા અમર રહો. 

Tuesday, 12 February 2013

તા. 19-07-2012-શ્રીગુજરાત મિત્ર-(અપ્રકાશિત) વિષય: વિવિધ ભારતી-રાષ્ટ્રીય પ્રસારણ, અભિનેતા, ક્રિષ્ણકાન્તજી અને ગુજરાત મિત્ર


પિયુષ મહેતા
બી-7, જીવન પ્રભા,
સ્નેહ મિલન બાગ પાસે,
કદમ્બપલ્લી રોડ,
નાનપુરા, સુરત-395001.
સમ્પર્ક: 2462789, 9429859536, 9898076606.  piyushmehtasurat@gmail.com
તા. 19-07-2012.
પ્રતિ,
તંત્રી શ્રીગુજરાત મિત્ર,
(ચર્ચાપત્ર વિભાગ),
સુરત.
વિષય: વિવિધ ભારતી-રાષ્ટ્રીય પ્રસારણ, અભિનેતા, ક્રિષ્ણકાન્તજી અને ગુજરાત મિત્ર
તા. 19 જૂલાઈ, 2012 નાં રોજ વિવિધ ભારતી સેવાનાં રાષ્ટ્રીય પ્રસારણ અંતર્ગત, રાજેષ ખન્નાને શ્રોતાઓ દ્વારા ફોન કરીને શ્રદ્ધાંજલી અર્પતા શ્રી મમતા સિંહ દ્વારા પ્રસ્તૂત  વિષેષ કાર્યક્રમ હલ્લો ફરમાઈશમાં સુરતનાં મારા માટે પણ વડીલ એવા વરીષ્ઠ શ્રોતા અને ગુજરાત મિત્રનાં ચર્ચાપત્રી શ્રી પાનાચંદભાઈ જગીવાળાએ પોતાનો શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવ્યો હતો, તે દરમિયાન, તેમણે, રાજેષ ખન્નાએ પોતાની સુરતની મુલાકાત વખતે આદર પૂર્વક શ્રી ક્રિષ્નકાંતજીને મળવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમને તેમનાં ઉતારા પર આદરપૂર્વક બોલાવીને પ્રેમથી મળ્યા હતા અને વાતો કરી હતી અને આ બાબતે પાનાચંદભાઈ દ્વારા જાણકારી રૂપે કે કે અને કાકા ની પ્રેમ ભરી મુલાકાત તરીકે ગુજરાત મિત્રમાં ‘કે કે કો બુલાને કાકા મુમ્બઈ સે આયે’ શિર્ષક હેઠળ તે સમયે પ્રસિદ્ધ થઈ હતી,  તેવી વાત કરી હતી. આમ કરીને તેમણે કે કે સાહેબની યાદ હિન્દી ફિલ્મોનાં રસીયાઓને રાષ્ટ્રીય અને ડીટીએચ અને ઇન્ટરનેટ પ્રસારણ નાં માધ્યમથી કઈક અંશે આતરરાષ્ટ્રીય સ્તરે, વિવિધ ભારતી દ્વારા અપાવી જ. સાથે સાથે ગુજરાત મિત્ર, જે હાલ પોતાની વેબ સાઈટ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે છે, જ પણ તે એક હદે ગુજરાતી ભાષાનાં જાણકાર વાચકો સુધી, તેને પણ આ વાત દ્વારા હિન્દી સમજનારા શ્રોતાઓ સુધી જાણીતું કર્યું છે. આ બદલ પાનાચંદભાઈ, કે કે સાહેબ અને ગુજરાત મિત્ર બધાને અભિનંદન.
પિયુષ મહેતા.
સુરત-395001. 

Sunday, 11 November 2012

તા.10.નવેમ્બર 2012 ને દિવસે પહેલી તારીખ ફિલ્મ નાં શિર્ષક ગીત વિષે સુરતનાં દૈનિક ગુજરાત મિત્રમાં પ્રકાશિત મારા ચર્ચાપત્રની સ્કેન નકલ્

પિયુષ મહેતા
બી-7, જીવન પ્રભા,
સ્નેહ મિલન બાગ પાસે,
કદમ્બપલ્લી રોડ,
નાનપૂરા, સુરત-395001.
સમ્પર્ક: 0261-2462789.  9429859336, 9898076606. piyushmehtasurat@gmail.com
તા. 07-નવેમ્બર, 2012.
પ્રતિ,
તંત્રી શ્રી ગુજરાતમિત્ર,
(ચર્ચાપત્ર વિભાગ),
સુરત.
આદરણીય તંત્રીશ્રી,
વિષય : ‘દિન હૈ સુહાના આજ પહેલી તારીખ હૈ’-ગીત બાબતે પૂરક માહીતી
તા. 01 નવેમ્બર,2012નાં શ્રી જગદીશ પાનવાળાનાં ચર્ચાપત્ર અને આ ચર્ચાપત્રનાં સંદર્ભમાં પ્રો. જે. આર. વધાશિયાનાં તા. 7 નવેમ્બર, 2012નાં ગુજરાત્રમિત્ર દૈનિકમાં રજૂ થયેલા ચર્ચાપત્રોનાં સંદર્ભમાં જણાવવાનું કે સ્વ. કિશોરકૂમારને હરફનમૌલાની ઉપમાં ફક્ત તેમની ગાયકી સંદર્ભે નથી મળી, પણ ફિલ્મજગતની કળાઓનાં વિવિધ પાસાઓ માં તેમની હથોટી સંદર્ભે મળી છે, જેમકે અભિનેતા, નિર્માતા, નિર્દેષક, સંગીતકાર, ગીતકાર (મૈં હું ઝૂમ ઝૂમ ઝૂમ ઝૂમ ઝૂમરૂ અને આ ચલ કે તૂઝે) જેવા અનેક વિધ પાસાઓમાં સફળતા મેળવવા બદલ મળી છે. ફિલ્મ કુરબાની ની કવ્વાલી તૂજસે કુરબાં મેરી જા, અન્ય ગાયક અનવર સાથે તેમણે સફળ રીતે ગાઈ છે અને ફિલ્મ એક રાઝનું ગીત પાયલવાલી દેખના જે શાસ્ત્રીય રાગ પર આધારીત છે, તે પણ સફળ રીતે ગાયુ જ છે, અને તેઓ જન્મજાત ગાયક હતા, ભલે તેઓએ શાસ્ત્રીય સંગીત ની પદ્ધતીસરની તાલીમ નહીં લીધી હોય પણ તેમને ગીતો ફક્ત એક વાર તર્જ સાંભળે અને ફિલ્મની સિચ્યૂએસન અને કયા અભિનેતા પર ચિત્રીત થનાર છે, તે જાણી તે અભિનેતા સાથે એક્વાર ચર્ચા કરવાંની જ જરૂર રહેતી અને ત્યાર બાદ તેમાં જાન રેડી દેતા હતા. ફિલ્મ પહેલી તારીખનાં ગીત બાબતે કહેવાનું કે આ ગીત ફિલ્મનાં મૂખ્ય કલાકાર પર નહીં પણ શ્રી અમીન સાયાનીજીની સીડી શૃંખલા ‘ગીતમાલા કી છાંવમેં’ની શાખે જણાવવાનું કે તે અભિનેતા મારૂતી પર ફિલ્માવાયું છે. અને આ ગીત વિવિધ ભારતી પર કેટલાક જાગરૂક શ્રોતાઓનાં સહયોગથી અને રેકોર્ડ કમ્પની સાથેનાં આકાશવાણીનાં સુધારેલા કરારો થી બનેલી નવી નિયમાવલીને કારણે વાગતું થયું છે, પણ સિલોનની બાબત ભૂતકાળ નથી જ નથી પણ વર્તમાનકાળ પણ છે અને આજે પણ દર પહેલી તારીખે સવારે પહેલાની જેમ આંઠ નહીં પણ સાડા સાત વાગે વાગે જ છે, જે રેડિયો ઉપરાંત ઇન્ટરનેટ પર પણ પ્રસારીત થાય છે. અને લેખકે લોંગ પ્લે નાં વિરોધી તરીકે શોર્ટ પ્લે શબ્દ પ્રયોજ્યો છે, જે મારા પણ સાંભળવામાં (આમ જનતામાંથી જ તો) આવ્યો છે, પણ રેકોર્ડ કમ્પની અને પ્રસાર માધ્યમો તેને ફક્ત 78 આરપીએમ રેકોર્ડ જ કહેતા હતા અને આ ગીત એક જ રેકોર્ડની બન્ને બાજૂ બે ભાગનાં ગીત તરીકે હતું અને વર્ષો બાદ એલપી (એક જ ફિલ્મની નહીં) પર આવ્યું. ત્યાર બાદ નાની બે ગીતની રેકોર્ડનો જમાનો આવ્યો જે સ્ટાંડર્ડ પ્લે (એસપી) તરીકે ઓળખાવાઈ અને 45 આરપીએમ (રાઉન્ડ પર મિનીટ) હતી અને આગળ પાછળ બે ગીત ધરાવતી હતી. અને બાદમાં 4 ગીતોવાળી નાની રેકોર્ડ એક્ષ્ટેન્ડેડ પ્લે (ઈપી), 33.1/3 આરપીએમ વાળી એલપી ઉપરાંત 45 આરપીએમ એલપી અને 33.1/3 આરપીએમ વાળી સુપર-7 (એચએમવી) કે મેક્સી ઈપી(પોલિડોર-કે મ્યૂઝીક ઇન્ડીયા) પણ આવી.
સુરત.                                                                                        પિયુષ મહેતા   

Saturday, 29 September 2012

તા. 17-સપ્ટેમ્બર, 2012. ગુજરાતમિત્ર, (ચર્ચાપત્ર વિભાગ), સુરત.: વિવિધ ભારતી સેવાનાં સરગમ કે સિતારે-શ્રી એનૉક ડેનિયેલ્સ

મિત્રો આજ થી સમય સમય પર મારા સુરત શહેરનાં અગ્રણી દૈનીક 'ગુજરાત મિત્ર માટે લખાયેલા અને પહોચાડાયેલા અને નહીં છપાયેલા એવા ચર્ચાપત્રો પણ આ સ્થાને થી સમય વિતી ગયા બાદ પ્રકાશિત કરીશ. જેમાં કઈ તારીખે પહોંચાડ્યૂ હતું તેનો ઉલ્લેખ પણ હશે. અહીં એક વાત જણાવવી જરૂરી સમજૂં છું, કે વાચ ક લખે એટલે પ્રેસે છપવું જ એવી માન્યતા જરા પણ નથી જ, અને અસંખ્ય ચર્ચાપત્રો તેમને મળતા જ હોય છે, પણૅ જ્યારે આજ કારણે ત્યાં ખોટી ગિરદીમાં વધારો નહીં કરવાના ઉદેશ્યથી સંયમ જાળવીને મારી પોતાની સંખ્યા પર સંયમ રાખ્યો હોય ચાતા ય એક પછી એક અનેક ચર્ચાપત્રો અવગતે જાય ત્યારે પોતાના વિચારને વાચા આપવાનુ6 આ સ્થાન યોગ્ય લાગે છે, (બહૂ જૂજ ચર્ચાપત્રો એક લામ્બા સમય પહેલા મુમ્બઈ સમાચાર અને કિવ્ય ભાસ્કરની સુરત આવૃતીમાં પાઠવ્યા હતા જે પ્રકાશિત થયા પણ હતા). પણ હાલ તો ગુજરાત મિત્રમાં જ આપૂં છું. અહીં એક વાત નોંધવી કે પ્રેસમાં ચર્ચાપત્રો મક્યાની પહોંચ પાઠવવાનો ચાલ સ્વાભાવીક રીતે જ નથી હોતો તો ચાલો. પિયુષ મહેતા બી-7, જીવન પ્રભા, સ્નેહ મિલન બાગ પાસે, કદમ્બપલ્લી રોડ, નાનપૂરા, સુરત-395001. સમ્પર્ક: 0261-2462789. 9429859336, 9898076606. piyushmehtasurat@gmail.com તા. 17-સપ્ટેમ્બર, 2012. પ્રતિ, તંત્રી શ્રી ગુજરાતમિત્ર, (ચર્ચાપત્ર વિભાગ), સુરત. આદરણીય તંત્રીશ્રી, વિષય : વિવિધ ભારતી સેવાનાં સરગમ કે સિતારે-શ્રી એનૉક ડેનિયેલ્સ તાજેતરમાં જ તા. 7 સપ્ટેમ્બર અને તા. 14 સપ્ટેમ્બર, 2012નાં વિવિધ ભારતી સેવાનાં નેટવર્ક પરથી પિટારા અન્તર્ગત સરગમ કે સિતારે કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ-સંગીતમાં મહત્વનું પ્રદાન કરનાર મૂખ્યત્વે પિયાનો અને પિયાનો-એકોર્ડિયનવાદક તથા વાદ્યવૃંદ સંયોજક અને સંચાલક એવા શ્રી એનોક ડેનિયેલ્સ ની ધણી રસસ્પદ મુલાકાત રજૂ થઈ. તે માટે વિવિધ ભારતી સેવાનાં શ્રી અશોક સોનાવણે તથા આ કાર્યક્રમનાં નિર્માત્રી તનૂજા કાનડેજી તથા વિવિધ ભારતીનાં કેન્દ્ર નિર્દેષક બધા જ ધન્યવાદને પાત્ર રહ્યા છે. અલબત, આ કાર્યક્રમનાં સંકલન અને સમ્પાદનમાં 1. દૂર દર્શન ધારાવાહીક એર હોસ્ટેસની વાત હોવી જોયતી હઈ. 2. પિયાનો વાદનની વાતમાં ફિલમ અનુપમાનાં અંતરાલ સંગીત ને બદલે સીમા ચિન્હ રૂપ ખૈયામ સાહેબની રચના તૂમ અપનાં રંજો ગમ (ફિલ્મ સગૂન)નું અંતરાલ સંગીત અને ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજે નાં પુન: ધ્વનિ-મૂદ્રણ (સ્ટિરીયો માટે)ની વાત વેળા તેનાં કોઈ ગીતનો અંશ (લોન્ગ પ્લે રેકોર્ડમાંથી) ફિલ્મ ગીત ગાયા પથ્થરોનેં નાં ગીતનાં અંશને બદલે જરૂરી હતા અને 3. તેમનાં વાદન વાળી પહેલી ફિલ્મ સોસાયટી નાં ઉલ્લેખ વેળા વાગેલા ગીતની ઝલક (જેમાં એકોર્ડિયન નહીં પણ ક્લેવાયોલિન સંભળાતું હતું) ને બદલે આજ ફિલ્મનાં અન્ય ગીત રહેમ કરો બસ રહેમ કરો ની ઝલક જરૂરી હતી કે જેમાં તેમનું એકોર્ડિયન સ્પષ્ટ રૂપે છે. આ પહેલા સેક્ષોફોન વાદક શ્રી મનોહરી સિંધ (સંગીત સરીતા, ઇન સે મિલીયે અને સરગમ કે સિતારેં), તથા વિદ્યૂત સ્પેનિશ ગિટાર સહીત અનેક પ્રકારનાં તંતૂવાદ્યનાં નિષ્ણાત એવા શ્રી જયંતિ ગોસરની મુલાકાત થોડા વર્ષો પૂર્વે રજૂ થઈ હતી. અને વાયોલિન વાદક ઉત્તમ સિંધ તથા હાર્મોનિયમ, પિયાનો, એકોર્ડિયન, યુનિવોક્ષ વગેરે વાજિંત્રોનાં વાદક કલાકાર સ્વ. વી. બલસારાજીની મુલાકાત (વિષેષ જયમાલા) પણ (ઘણાં વર્ષો પૂર્વે) રજૂ થઈ હતી, જેઓ મૂખ્યત્વે સંગીતકાર તરીકે સ્થાન પામ્યા હતા. આમ વિવિધ ભારતીએ મૂળ શાસ્ત્રીય રાગો નહીં વગાડતા (ભલે તેમનો બેઈઝ શાસ્ત્રીય સંગીતનો હોય) એવા ફિલ્મી દુનિયાનાં વાદક કલાકારોને આમંત્રીત વક્તા તરીકે બોલાવવાની સુન્દર પરીપાટી વિકસાવી છે. શ્રી એનોક ડેનિયેલ્સ મારા સૌ પ્રથમ માનીતા વાદક કલાકાર બન્યા છે, મારી લગભગ બાલ્યાવસ્થાથી જ. અને મારી પ્રૌઢાવસ્થામાં તેમનાં સમ્પર્કમાં આવવાનું બન્યૂ અને સંપર્ક જળવાઈ પણ રહ્યો. તેમનાં સુરતમાં બે અને બિલ્લીમોરામાં એક એમ ત્રણ સ્ટેજ કાર્યક્રમો માણવાનું સદ્દભાગ્ય પણ હું પામ્યો છું. સાથે વિવિધ ભારતીનાં એક વખતનાં અને હાલ 10 વર્ષોથી બંધ થયેલા ફોન-ઇન કાર્યક્રમ ‘હલ્લો આપ કે અનુરોધ પર’માં મને તેમની ધૂનો સમય સમય પર મારી ફરમાઈશ પર સાંભળવાની મળી છે. આ ઉપરાંત વિવિધ ભારતીનાં સ્થાનિય સુરત કેન્દ્રનાં કાર્યક્રમ લેટર બોક્ષમાં તે વેળા નાં કેન્દ્ર નિર્દેષક શ્રી ભગીરથ પંડ્યા સાહેબે લીધેલી મારી મુલાકાતમાં મારા શોખને ધ્યાનમાં લઈને મને મારી પસંદનાં ગીતને સ્થાને શ્રી એનોક ડેનિયેલ્સજીની ફિલ્મી ધૂન પસંદ કરવાનું સુચન કર્યું હતું અને મારી પસંદ તરીકે પ્રસરીત થઈ હતી. વિવિધ ભારતી સેવાનો ફરી વાર આભાર. સુરત. પિયુષ મહેતા. તા. ક. હું ચર્ચાપત્રો ની ગિર્દી વધૂ પડતી કરતો નથી, અને નજીવા અપવાદ સિવાય અન્ય કોઈ વર્તમાન પત્રોમાં લખતો નથી, છતા ય આ પત્રમાં મારા ઘણા સમય થી છૂટક છૂટક લખાયેલા તમામે તમામ ચર્ચપત્રો અવગતે ગયા છે, તેથી દુ:ખની લાગણી તો અનુભવું જ છું, ભલે આપનો અધિકાર માન્ય રાખું છું જ.